વૃદ્ધાશ્રમ


"ક્યાં ગયા એ?! દેખાતા નથી ..!?" 
ઉત્સુકતા થી રજત એ પૂછ્યું...પણ તરત જ રમણિક લાલ ના આંખ અને મોઢા ના હાવભાવ થી સમજાઈ ગયું અને રમણિક લાલ કાઈ બોલે એ પહેલાં જ બોલી ગયો..
"શુ થયું એમને!?"
"એ તો ગયા અઠવાડિયે જ હૃદય..."રમણિક લાલ અને કાંતિ ભાઈ ના મિત્ર બોલ્યા

"દવા સમયસર લેતા નહતા!?,અને મને જાણ પણ ન કરી,ગયા મહિને જ આવ્યો હતો,ત્યારે જ બરોબર હતા..આ વખતે આવવા માં મોડું થઈ ગયું"
તેની આંખ માં કાંતિ ભાઈ જોડે વિતાવેલી પળો ફરવા લાગી,પહેલું વૃક્ષ જે બન્ને એ ભેગા વાવ્યું હતું,દર મહિના ની કઈક ને કઈક શિખામણ વાળી વાતો,એ મુલાકાતો જે વૃદ્ધાશ્રમ માં થઈ હતી,અને બીજું ઘણું બધું...

"દવા તો લેતા હતા પણ...ભગવાન ને ગમ્યું તે ખરું,અને વળી તમે ઘણા દૂર હતા એટલે જણાવવું જરૂરી ન સમજ્યું..કદાચ તકલીફ પડે તો આ કોરોના કાળ માં..!?"

"પણ...(ગળે ડૂમો ભરાઈ જાય છે),મને એમના રૂમે તો લઈ જાઓ,કઈ કહેતા હતા મારા વિશે??!"
ઘણું કરી ને વાક્ય પૂરું કર્યું..

"રૂમ તો બીજા ને આપી દીધો છે,પણ તમારે મુલાકાત લેવી હોય તો લઈ શકો,તમારી લાગણી ઓ જોડાયેલી છે એટલે.."

થરકતા પગે તે રૂમ ની અંદર જાય છે,અને કબાટ ની ઉપર  જૂની થઈ ગયેલી પેટી પર નજર પડે છે.
પેટી ખોલતા ની સાથે જ એક બુક,ઘણા જુના ફોટોગ્રાફ્સ અને કાગળ નજર પડે છે..

વાંકાચૂકા અક્ષરે લખાયેલો એ કાગળ પર લખેલી તારીખ અને ઝાંખા થઈ ગયેલા અક્ષર થી 2 વર્ષ જૂનો માલુમ પડતો એ કાગળ વાંચે છે..
"પુત્ર રજત,ખબર નહિ હવે કેટલું જીવાસે, પણ એટલી તો ખાતરી છે કે તને મળવું તો મુશ્કેલ જ બની રહેશે.દર મહિના ની 15 તારીખ એ તારું આશ્રમ ની મુલાકાત લેવું,અને દૂર રહી ને જ રમણિક વાટે મારી ખબર અંતર પૂછવું,ખબર નહી ક્યાં સુધી ચાલુ રહેશે.પણ એ વાત ની તો ખાતરી છે જ કે તું એક દિવસ તો મારા રૂમ સુધી આવીશ જ અને આ કાગળ જોઇશ.
તારી પત્ની અને તારા પુત્રો ને મળવાની ઈચ્છા તો થાય છે, પણ ક્યાંક આ ક્ષણભંગુર શરીર તે ઈચ્છા વ્યક્ત નથી કરી શકતું,ક્યાંક તમારા સુખ માં અડચણ નથી બનવા માગતું...
પરંતુ તું ચિંતા ન કર,હું તને જોઈ ને જ તારા પરિવાર નું સુખ જાણી જાઉં છું,અને હૃદય ને મનાવી લઉં છું.જેમ તારી મોકલેલી દવા મળતી રહે છે એમ તું મળતો રહેજે..
અને બધા સુખે થી જીવજો"

ઘણી વાર ચેકયેલા શબ્દો અને અમુક લાઇનો ની વચ્ચે ઉમેરાયેલા વાક્યો થી જણાતું હતું કે એ 2 જ વસ્તુ ની રાહ જોઈ રહ્યા હતા. એક રજત ના આવવાની અને બીજા મૃત્યુ ની...

કાગળ નીચે દવા નું વપરાયેલું ખાલી પતાકળુ સાબિતી આપતું હતું કે કાંતિ ભાઈ દવા થી વધુ રજત નું મુખ જોઈને જીવી રહ્યા હતા..


પેલે પાર

નવો સંસાર ચલાવવા ને સંસારમાં લાવનાર ને છોડ્યા..
ચાલો વાંધો નહિ..
પણ મળવા એને નજીક થી એ મર્યા ત્યારે પણ તમે ન આવ્યા..?

Comments