વૃદ્ધાશ્રમ
"ક્યાં ગયા એ?! દેખાતા નથી ..!?" ઉત્સુકતા થી રજત એ પૂછ્યું...પણ તરત જ રમણિક લાલ ના આંખ અને મોઢા ના હાવભાવ થી સમજાઈ ગયું અને રમણિક લાલ કાઈ બોલે એ પહેલાં જ બોલી ગયો.. "શુ થયું એમને!?" "એ તો ગયા અઠવાડિયે જ હૃદય..."રમણિક લાલ અને કાંતિ ભાઈ ના મિત્ર બોલ્યા "દવા સમયસર લેતા નહતા!?,અને મને જાણ પણ ન કરી,ગયા મહિને જ આવ્યો હતો,ત્યારે જ બરોબર હતા..આ વખતે આવવા માં મોડું થઈ ગયું" તેની આંખ માં કાંતિ ભાઈ જોડે વિતાવેલી પળો ફરવા લાગી,પહેલું વૃક્ષ જે બન્ને એ ભેગા વાવ્યું હતું,દર મહિના ની કઈક ને કઈક શિખામણ વાળી વાતો,એ મુલાકાતો જે વૃદ્ધાશ્રમ માં થઈ હતી,અને બીજું ઘણું બધું... "દવા તો લેતા હતા પણ...ભગવાન ને ગમ્યું તે ખરું,અને વળી તમે ઘણા દૂર હતા એટલે જણાવવું જરૂરી ન સમજ્યું..કદાચ તકલીફ પડે તો આ કોરોના કાળ માં..!?" "પણ...(ગળે ડૂમો ભરાઈ જાય છે),મને એમના રૂમે તો લઈ જાઓ,કઈ કહેતા હતા મારા વિશે??!" ઘણું કરી ને વાક્ય પૂરું કર્યું.. "રૂમ તો બીજા ને આપી દીધો છે,પણ તમારે મુલાકાત લેવી હોય તો લઈ શકો,તમારી લાગણી ઓ જોડાયેલી છે એટલે.." થરકતા પગે તે રૂમ ની...